fbpx
અમરેલી

મોટાઝિંઝુડા ગામમાં સરપંચ પંકજ ઉનાવાના સહકારથી બહેનોની રોજગારી માટે ૪૫ દિવસનો તાલીમ કાર્યક્રમ કરાયો.

સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામમાં સરપંચ પંકજ ઉનાવા દ્વારા સરકારશ્રીના “ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા”વિભાગના માધ્યમથી અને તેના સહકારથી ગામમાં રહેતા આંબેડકર નગરની અનુસુચિત જાતિની બહેનોને “કુદરતી રેષા આર્ટિકલ તાલીમ કાર્યક્રમ” માં ૪૫ દિવસ સુધીની તાલીમ આપી અનુસુચિત જાતિની બહેનોને પગભર કરી શકાય અને બહેનોને મજૂરી ન કરવી પડે અને પોતાના ઘરે જ રોજગારીની તક મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યુ હતુ. બહેનોને ૨૫૦૦ રૂપિયા સ્ટાઇપેન્ડ અને અલગ અલગ વસ્તુઓ બનાવવા વપરાતો માલ સામાન પણ સંસ્થા અને સરકારશ્રી તરફથી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ તાલીમમાં બહેનોને કુદરતી રેસાઓમાંથી બનતી વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામાં આવેલ જેમાં પગ લુંછણિયા, લેડિઝ પર્સ, ટોડલીયા અને ઘણી બધી વસ્તુઓ બનાવતા શીખવવામાં આવી. બહેનોને કુદરતી રેસામાંથી વસ્તુઓ બનાવી તેનું વેચાણ અને માર્કેટિંગ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન સરપંચ દ્વારા આપવામાં આવ્યું હતું .જેમાં ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા માંથી ગાંધીનગરથી ઇન્સ્ટકટર સાહેબ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને શ્રી ભવાની મહિલા ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ ધારાબેન નગદિયા અને ગામના દક્ષાબેન જે હેલૈયા તેમજ જસુબેન વિંઝુડાએ ઘણી જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts