fbpx
અમરેલી

મોટાઝિંઝુડા ગામે સરપંચ દ્વારા બાળકોના આધારકાર્ડ કેમ્પનુ આયોજન કરાયું.. 

મોટાઝિંઝુડા ગામમાં નાના બાળકો કે જેની ઉંમર ૧ થી ૫ વર્ષ છે તેમના આધારકાર્ડ કઢાવવા માટેનો કેમ્પ સરપંચ પંકજ ઉનાવા દ્વારા કરવામાં આવ્યો હતો, ગામના દરેક લોકોને  સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીમાં જવું ન પડે અને ગામમાં જ આધારકાર્ડ નીકળી જાય તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી ન પડે તેમજ સહેલાઈથી બાળકોના આધારકાર્ડ ઘર આંગણે નીકળી જાય તેના માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરશોતમભાઈ ઉમટે મુલાકાત લીધી હતી,આ આયોજનમાં સહકાર આપનાર તાલુકા પંચાયત કચેરીના CDPO ભટ્ટ મેડમનો તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સરપંચ પંકજ ઉનાવા આભાર વ્યક્ત કરે છે.

Follow Me:

Related Posts