મોટા આંકડિયા ખાતે આશરે રુ. ૨૭ લાખના ખર્ચે સંપનું નિર્માણ થશે
અમરેલી જિલ્લાના વિકાસયાત્રામાં પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે થઈ રહ્યું છે. આ કડીના ભાગરુપે સોમવારે અમરેલી તાલુકાના મોટા આંકડિયા ખાતે સંપના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું. જંગર જૂથ પાણી-પુરવઠા યોજના હેઠળ મોટા આંકડિયા ખાતે આશરે રુ. ૨૭ લાખના ખર્ચે ૦૮ લાખ લીટરની ક્ષમતા ધરાવતો સંપ નિર્માણ પામશે. આ કાર્ય સંપન્ન થતા સમગ્ર વિસ્તારના રહીશોની પાણી પુરવઠાને લગતી સુવિધામાં ઉમેરો થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી તેમજ ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments