મોટા આંકડિયા નાની સિંચાઇ યોજના તેની કુલ સંગ્રહ શક્તિના ૧૦૦ ટકા એ

અમરેલી જિલ્લાના મોટા આંકડિયા નાની સિંચાઇ યોજના તેની કુલ સંગ્રહ શક્તિના ૧૦૦ ટકા ભરાયેલી છે. ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક શરુ છે. ડેમના નીચાણવાળા મોટા આંકડીયા, વેણીવદર, માંગવાપાળ સહિતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ, કાંઠા કે આજુબાજુના વિસ્તારમાં ન જવા તેમજ પશુપાલકોને તેમના પશુઓને નદીના પટ, કાંઠા કે આજુબાજુના વિસ્તારમાં અવર જવર કરવા ન લઇ જવા, અમરેલી નાની સિંચાઇ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments