મોટા આંકડીયા નજીકથી પરપ્રાંતિય શખ્સ તમંચા સાથે ઝડપાયો
અષાઢી બીજના તહેવાર નિમીતે પોલીસે સઘન બંદોબસ્ત રાખ્યો છે તે દરમિયાન અમરેલીના મોટા આંકડીયા નજીકથી આજે મધ્યપ્રદેશના એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લેવામા આવ્યો હતો. અમરેલી એસઓજી દ્વારા આજે આ કાર્યવાહી સવારના સમયે બાતમીના આધારે અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના પાટીયા પાસે કુંકાવાવ તરફ જવાના રોડ પર કરવામા આવી હતી.
અહી ઉભેલા એક શખ્સ પાસે ગેરકાયદે દેશી બનાવટનો તમંચો હોવાની બાતમીના આધારે પોલીસે અહી દોડી જઇ તપાસ કરતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની અને હાલ મોરબી જિલ્લાના ટંકારા ગામના વાચ્છકપર ગામે વાડીમા ખેતમજુરી કરતા ભવરસિંહ કેન્દુભાઇ વાસ્કલા (ઉ.વ.34) નામના શખ્સને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી તમંચો મળી આવ્યો હતો. આ તમંચો તેણે કયાંથી લીધો હતો અને આ વિસ્તારમા કોઇ ગંભીર ગુનાખોરીને અંજામ આપવા માટે આ ઘાતક હથિયાર રાખ્યુ હતુ કે કેમ ? તે જાણવા પોલીસે પુછપરછ શરૂ કરી છે. હાલમા તેને તાલુકા પોલીસના હવાલો કરાયો છે
Recent Comments