મોટા આંકડીયા– પીપળલગના રસ્તે અને અમરેલી,નાના આંકડીયા, રીકડીયાના રસ્તે ચોમાસા દરમ્યાન ખુબ જ પાણીઓ ભરાવો થાય છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, આ રોડ પર રોજના હજારો મુસાફરો અવર–જવર કરે છે, અમરેલી જિલ્લાનું વડુ મથક હોવાથી તમામ કચેરીઓ તથા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ અમરેલી ખાતે આવેલ છે, તો વડામથકે પહોચવા માટે લોકોને ખુબ જ હાલાકી વેઠવી પડે છે. મોટા આંકડીયા– પીપળલગના રસ્તે અને અમરેલી,નાના આંકડીયા, રીકડીયાના રસ્તે ચોમાસાના પાણીના નિકાલ માટે તાત્કાલીક કોઝવે બનાવવાની રજુઆત અમરેલી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સાર્દુળભાઈ કામળીયાએ કરેલ છે.
મોટા આંકડીયા– પીપળલગ અને નાના આંકડીયા– રીકડીયાના રસ્તે કોઝવે બનાવવાની ધારદાર રજુઆત કરતા સાર્દુળભાઈ કામળીયા

Recent Comments