ભાવનગર

મોટા ચારોડિયાના રાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધક આજીવન શિક્ષક નાનાલાલભાઈ ત્રિવેદીના ટી.વી. કાર્યક્રમનું પ્રસારણ થશે

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકના મોટા ચારોડિયા  નિવાસી રાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધક અને નિવૃત છતાં પ્રવૃત્ત  આજીવન શિક્ષક એવા શ્રી નાનાલાલભાઈ બી. ત્રિવેદીના નિવાસમાં આવેલ સો જાતની વિજ્ઞાનને લગતી વિવિધ  શોધ સંશોધનનું વિજ્ઞાન ભવન આવેલું છે. જીવનભર વિજ્ઞાનના અવનવા મોડયુઅલ બનાવનાર અને વિવિધ સંગ્રહ નદીઓના જળ, રેતીઓ , બલ્બ, બાકસ દુનિયાભર ના ચલણ વેસ્ટમાંથી બેસ્ટ સ્વયં સંચાલિત અજાયબી દર્શક વિજ્ઞાન નમુનાઓના સંગ્રહની વસ્તુઓ હાલમાં છે. આ વિજ્ઞાન ભવનની સ્થાપના વર્ષ ૧૯૬૨માં કરેલ છે. સમગ્ર વિજ્ઞાન ભવનનું નિર્માણ શ્રી નાનાલાલભાઈ ત્રિવેદી અને તેમના ધર્મ પત્ની નિવૃત શિક્ષિકા શ્રીમતી ભાનુમતિબેન ત્રિવેદીએ કરેલું છે. હાલ  ટેક્નોલોજી  યુગમાં તેમના પૌત્ર યશભાઈ ત્રિવેદી ટેકનિકલ સહાયક છે. 

                વિજ્ઞાન ભવનનું  ટી.વી. શૂટિંગ દૂરદર્શન રાજકોટની ટિમ નિર્માણ (૧) આસિફભાઈ થીબા – કાર્યક્રમ નિર્માતા (૨) સાગરભાઈ પંડ્યા – કાર્યક્રમ સહાયક શ્રી (૩) છાયા: શ્રી જયદીપસિંહ જાડેજા (૪) તંત્રજ્ઞ  શ્રી નરેશભાઇ સાપોવાડિયા (૫) તંત્ર સહાયક શૈલેષભાઈ દવે (૬) રાજુભાઈ ધુલિયા (૭)  સંકલન રિશી ત્રિવેદી એન્કરશ્રી રેખાબેન મારૂ. આ ટી,વી ટીમ  દ્વારા થ્યેલું હતું. 

                  નાનાલાલભાઈ ના આ  ટી.વી કાર્યક્રમનું નામ વડીલોની સંગાથે છે.  ટી.વી કાર્યક્રમ તા. ૨૭/૦૨/૨૦૨૩ ના દિવસે બપોરે ૧/૩૦ કલાકે ડી.ડી. ૧૧ ગિરનાર  ચેનલમાં નાનલાલભાઈની જીવનયાત્રા તથા શ્રીમતિ ભાનુમતિબેનનું શ્રી રેખાબેન મારૂએ લીધેલ ઇન્ટરવ્યૂનું પ્રસારણ થશે. વડીલોની સંગાથે પ્રસ્તુતિ દૂરદર્શન કેન્દ્ર , રાજકોટ દ્વારા થયેલ છે. તેમજ મોબાઇલમાં યુ- ટ્યૂબમાં કાર્યક્રમ નિહાળી શકાશે. નાના એવા ગામડાના કર્મઠ શિક્ષકની વિશાળ ફલક ઉપરની વિજ્ઞાન શોધો અને  જીવનયાત્રા દર્શન સૌ દર્શન કરતાઓને કાર્યક્રમ નિહાળનારને પ્રેણાત્મક બનશે. 

          આ કાર્યક્રમનું વ્યસ્થાપન લેખક સુધીરભાઈ મહેતા (રાષ્ટ્રીય એવાર્ડ ટીચર ) કુકડ કેન્દ્રવર્તી શાળા આચાર્ય , સરસ્વતીબેન ત્રિવેદી તથા યોગેશકુમાર દવે, વરલટાણાં  પ્રાથમિક શાળા શિક્ષક સહાયક તરીકે કાર્ય કર્યું  હતું.

Related Posts