સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત આગેવાન, ખેડૂત સંગઠનો તેમજ ભરતભાઈ ગીડાની આગેવાની હેઠળ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવેલ. જેને ધ્યાને લઈને સત્વરે ન્યાય, અને મોંઘવારી પર અંકુશ મુકવા અને આમ જનતા, ખેડૂતોના પ્રશ્ને યોગ્ય ન્યાય માટે આવેદનપત્ર પાઠવામાં આવેલ જેમાં . સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે ABRel SPV 2 LIMITED કંપનીનો સોલાર પ્લાન્ટ બીનખેતી થયા વગર ગેરકાયદેસર રીતે ચાલતો હોય અને સરકારી જમીનમાં પણ દબાણ કરી સોલારની પેનલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામા આવી હોય છતા પણ કંપની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવતી નથી.ભુતકાળમાં ઉપરોકત કંપની સામે યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી થાય એ બાબતે તમામ સ્તરે રજુઆત કરવામાં આવી હોવા છતા પણ હજુ સુધી કંપની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
આ સોલાર કંપની દ્રારા બિનખેતીની મંજુરી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે જે સોલાર પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો છે. બિનખેતીની મંજુરી ન મળેલ હોય એવા સર્વે નંબર ના ૭ નંબર અને બિનખેતી થયેલ ન હોવા છતા સોલાર પેનલ ફીટ કરવામા આવી છે તેના ફોટોગ્રાફ પણ આ સાથે જોડેલ. તો આ સંદર્ભે દિન-૩ માં આ ગેરકાયદેસર રીતે શરતભંગ કરી ચાલતી સોલાર કંપનીને બંધ કરવામાં આવે એવી રજૂઆત આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવેલ હતી . જેમાં સાવરકુંડલાના કોંગી અગ્રણી તેમજ પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત અમરેલી ભરતભાઈ ગીડા તેમજ ખેડૂત સંગઠન તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અશ્વિનભાઈ ધામેલીયા, કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તાલુકા પંચાયત સાવરકુંડલા જસુભાઇ ખુમાણ, વિનુભાઈ ગુંદરણીયા, જયદીપભાઈ ખુમાણ, સરપંચ જાબાળ, શિવરાજભાઇ ખુમાણ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ, ઈમરાનભાઈ જાદવ, સાહીલભાઈ શેખ એનએસયુઆઈ જીગ્નેશભાઈ બગડા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ આંબરડી, વનરાજભાઈ , પ્રકાશભાઈ બગડા, વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને વધુમાં જો કંપની વિરુધ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો અંતમાં કોંગી અગ્રણી ભરતભાઈ ગીડા દ્વારા આગામી દિવસોમાં પ્રાંત કચેરીએ ઉપવાસ આંદોલન,ગુજરાત વિધાનસભા બહાર ઉપવાસ આંદોલન તેમજ નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ ઉચારવા આવેલ હતી.
Recent Comments