અમરેલી

મોટા ઝીંઝુડા રેવન્યુમાં  તારની વાડ માં ઇલેક્ટ્રિક શોક  થી વન્યપ્રાણી નીલગાય નું મૃત્યુ

સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડૂત દ્વારા તેની વાડીમાં ગેરકાયદેસર રીતે લોખંડના તારની વાડ માં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-૧ નું મૃત્યું નિપજાવ્યુ હોવાની બાતમી મળતા  ગીર પૂર્વ વન વિભાગ ધારીના DCF રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શૈલેષ ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા આરોપી (૧) હસમુખ પુના રાદડીયા, રહે. મોટા ઝીંઝુડા, (૨) દિનેશ કાનજી રાફુસા, રહે. વેળાવદર, તા. ગારીયાધાર, (હાલ – રહે. મોટા ઝીઝુડા, તા.સાવરકુંડલા) (૩) દેવચંદ લાભુ રાદડીયા, રહે. મોટા ઝીંઝુડા વાળા ત્રણેય આરોપીઓએ આ ગુનો આચર્યા બાદ પોતાના ટ્રેક્ટર વડે નિલગાયના મૃતદેહને ઢસડી તેમની વાડી થી દૂર અવાવરૂ વિસ્તારમાં નાખી ગુનો છુપાવેલ. આ ત્રણેય આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી તેમને વાય.ઓ. જુણેજા (ફોરેસ્ટર-સાવરકુંડલા), બી.બી.મકવાણા (ફોરેસ્ટર). પી.સી થળેસા, (વનરક્ષક) દ્વારા પકડી પાડી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળની કલમ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને  એડવાન્સ રીકવરી પેટે રૂા.૧૫૦૦૦૦/- (રૂા. એક લાખ પચાસ હજાર પુરા) નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

Related Posts