મોટા બોરસરા ગામે ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચારના મોત
માંગરોળના મોટા બોરસરા ગામે આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થવાથી ચાર લોકોના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસ ગળતર થયુ હતુ. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તમામના મૃતદેહનો કીમની સાધના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકના ભાઈના જણાવ્યા મુજબ કેમિકલ વેસ્ટ ઉઠાવતા સમયે ડ્રમ બ્લાસ્ટ થયો હતો. જેમા તેમના ભાઈનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ પણ નવસારીમાં આ પ્રકારે કેમિકલ બ્લાસ્ટ થયો હતો. કેમિકલ બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે. મૃતક છેલ્લા ૧૦ વર્ષથી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. મૃતકના ભાઈનો આરોપ છે કે કંપનીવાળા સાબુની ફેક્ટરીના નામે ફેક્ટરી ચલાવે છે અને કેસ રફેદફે કરવાની ફિરાકમાં છે. જાે કે સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો સીધો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. મૃતક કામદારને માત્ર ૧૨ હજાર પગાર હતો. હાલ તેમના મોત બાદ તેમના પરિવારમાં ત્રણ બાળકો અને પત્ની નોંધારા બની ગયા છે. ત્યારે પરિવારે ન્યાયની માગ કરી રહ્યો છે.
Recent Comments