અમરેલી

મોટા માચીયાળાથી શેડુંભાર વચ્ચે રોડ ઉપર તાત્કાલિક સ્લેબડ્રેનેજ પુલ બનાવવાની રજૂઆત કરતા વિપુલ પોંકિયા

મોટા માચીયાળાથી શેડુંભારની વચ્ચે બંને ગામોને જોડતા રોડ ઉપર કોઝવે પડે છે, જે ચોમાસામાં લોકોને અવરજવર કરવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ કોઝવેમાં ખુબ જ ખાડા પડેલા હોય, જેનાથી વારંવાર અકસ્માત પણ સર્જાય છે. આ રસ્તા ઉપર એક બે વાર ડાયવર્ઝન પણ કાઢેલ હોય તેમ છતાં ત્યાં કોઈ જ પ્રકારનું કઈ બનાવવામાં નથી આવ્યું. આથી ત્વરિત મોટા માચીયાળાથી શેડુંભારની વચ્ચે બન્ને ગામોને જોડતા રોડ ઉપર સ્લેબડ્રેનેજ પુલ બનાવવાની અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકિયા એ રજૂઆત કરી છે.

Related Posts