fbpx
ગુજરાત

મોટા વરાછામાં લક્ઝુરિયસ ઓડી કારમાં આગ લાગતા ખળભળાટ મચ્યો

સુરતના મોટા વરાછામાં આવેલા રામચોક નજીક રવિવારની સાંજે એક લકઝૂરિયસ ઓડી કારમાં આગ લાગી ગઈ હતી. કારના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. જેથી કારમાં સવાર પરિવાર સહિતના લોકોના જીવ જાેખમમાં મૂકાયા હતાં. જાે કે, કાર ચાલકે સમયસૂચકતા દાખવીને રસ્તાની સાઈડ પર ઉભી રાખી દઈને પોતે સહિત પરિવારના સભ્યો નીચે ઉતરી ગયાં હતાં. બાદમાં સમગ્ર મામલે ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો.

રસ્તા પર દોડતી કારમાં આગ લાગતાં સ્થાનિકોની સાથે કારમાં સવાર પરિવારમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો. જાેકે, આગની જ્વાળાઓ જાેઈ ચાલક પરિવાર સાથે બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાય ન હતી. એટલું જ નહીં પણ ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી બર્નીંગ કારની આગને કાબૂમાં લેતા અડધી કાર બળીને ખાક થઈ ગઈ હતી. પરંતુ આગ પાછળનું કારણ જાણી શકાયું ન હતું.

ફાયર ઓફિસર બી. કે. સોલંકી જણાવ્યું હતું કે, ઘટના રવિવારની સાંજે ૪ઃ૨૩ ની હતી. કોલ મળ્યા બાદ ફાયરની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ કારનું સળગતું એન્જિન ખોલતા જ આગની જ્વાળાઓ ઉપર આવતા એક વ્યક્તિ કપાળના ભાગે સામાન્ય દાઝી ગયો હતો. સળગતી કાર પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી.કાર નો નંબર ડીએન-૦૯-એફ-૨૧૧૨ (ઓડી કાર) હોવાનું અને માલિક વિશાલભાઈ ભરતભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોટા વરાછાથી પલસાણા રોડ ઉપર એક ફાર્મમાં મિત્રએ શરૂ કરેલી ગૌ શાળાની મુલાકાતે જઈ રહ્યાં હતાં. ત્યારે ઘટના આનંદ સોસાયટીના ગેટ પાસે જ બની હતી.

Follow Me:

Related Posts