વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી કોના દ્વારા અને કેવી રીતે આપવામાં આવી છે તેને લઈને તપાસ અેજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાનને ઈમેલ થકી જાનથી મારવાની ધમકી મળી છે. ઈમેલ દ્વારા ધમકી આપનાર કોણ છે ક્યાંથી ઈમેલ આવ્યો છે તેને લઈને એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જાનથી મારી નાખવાનો મેલ મળ્યો હતો ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે અને ખાસ કરીને એનઆઈએ દ્વારા આ મેલ કોને ક્યાંથી મોકલ્યો છે તેનું પગેરું શોધ 20 સ્લીપર સેલ તૈયાર કર્યા હોવાની જાણકારી પણ ઈમેલની અંદર આપવામાં આવી હતી. દેશ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આ મળી રહ્યા છે.
આ ધમકીને અજીબો ગરીબ એટલા માટે કહેવામાં આવી રહી છે કેમ કે, તેને ઈમેલ કરતા કહ્યું છે કે, તે આત્મહત્યા કરી રહ્યો છે જેના કારણે આ ષડયંત્રનો પર્દાફાશ ના થાય. જેથી તેનો શોર્સ કોણ હોઈ શકે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.
















Recent Comments