fbpx
ગુજરાત

મોટીપંડુલીની યુવતીની હત્યા કરી લાશ ઝાડે લટકાવી


મોટીપંડુલીમાં રહેતી મનીષાબહેન જયંતીભાઇ ડેડુણ (૨૧) મેઘરજ કોલેજમાં આર્ટસ વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ મનીષાબહેન મેઘરજ બજારમાં ઝેરોક્ષ કઢાવવા, ફોટા પડાવવા તેમજ સાડીઓને ઇન્ટરલોક કરાવવા ગઇ હતી. તે વખતે મેઘરજ પંચાલ રોડ ઉપર મેલડી માતાના મંદિર નજીક યુવતીના પિતાના સંબંધી કિરણભાઇ મનહરભાઇ ભગોરા રહે.વિરપુર તા.વિછીવાડા જી.ડુંગરપુરે મનીષાબહેન ચાલતી મેઘરજ માર્કેટયાર્ડના પાછળના ભાગના રસ્તે થઇને જતા જાેઇ હતી. તે વખતે બે બાઇક ચાલકો અને તેઓની બાઇકની પાછળ બીજા એક-એક શખ્સો બેસેલ હતા. જે ૪ શખ્સો પૈકી જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારી રહે.વાઘપુર (ગોધાવાડા) તા.મેઘરજ તથા જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડા રહે.ઢીંમડા તા.મેઘરજ હતા. જેમાંથી જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારીએ મનીષાને લાફો મારી દીધો હતો અને જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડાએ મનીષાને માથાના પાછળના ભાગે પાઇપ મારતાં યુવતી જમીન પર પડી જતા બંને ચાલકોએ મનીષાબેનને મારમારી યુવતીને બાઇક પર બેસાડી ગેલીમાતા તરફ લઇ ગયા હતા. આ બનાવ કિરણભાઇ મનહરભાઇ ભગોરા જાેઇ જતાં કિરણભાઇ મનીષાને બચાવવા તેમની સાથે ભરતભાઇ રમણભાઇ ભગોરા રહે.વીરપુર તા.વીછીંવાડા ને લઇ જઇ પાછળ જતાં મનીષાબેનને બાઇક ઉપર બેસાડી મેઘરજમાં રિલાયન્સ પેટ્રોલપંપ આગળ વનકુટીર નજીક કિરણભાઇ તથા તેમની સાથેના ભરતભાઇને બાઇકચાલકોએ તેમની બાઇક ઉભી રાખી છુટા પથ્થરો ફેંકતા કિરણભાઇ તથા ભરતભાઇ પાછા આવી જઇ તેઓની તથા યુવતી સાથે બનેલ બનાવ બાબતે કિરણભાઇએ રૂબરૂમાં ઘરે આવીને યુવતીના પિતાને બીજા દિવસે વાત કરી હતી. યુવતી સાથે થયેલી ઘટનાના અનુસંધાને ફરિયાદ કરવા યુવતીના પિતા મેઘરજ આવવા નીકળ્યા હતા. તે વખતે તેમના વેવાઇ સોમાભાઇ જીવાભાઇ અસારી રહે.ગાયવાછરડા પાસેથી જાણવા મળ્યું કે બેડઝની સીમમાં ડુંગરની કોતરોમાં મહિલાની લાશ લટકેલી હાલતમાં છે. જે લાશના મોબાઇલમાં ફોટો બતાવતા ફોટા મનીષાબેનના હોવાથી મૃતકના પિતા મેઘરજ પોલીસની સાથે બેડઝની સીમમાં ડુંગરની કોતરોમાં જતાં લાશ મનીષાબેન જયંતીભાઇ ડેડુણ (૨૧) ની હોઇ જે લાશ ઓળખી બતાવતા મૃતકના પિતાએ જીતેન્દ્રભાઇ ભીખાભાઇ અસારી રહે.વાઘપુર (ગોધાવાડા) તા.મેઘરજ તથા જીતેન્દ્રભાઇ ધનાભાઇ બરંડા રહે.ઢીંમડા તા.મેઘરજ તથા બીજા બે માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.મેઘરજના બેડઝના ડુંગર ઉપરથી મોટીપંડુલીની ૨૧ વર્ષિય યુવતીની ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં યુવતીનું બાઈક પર અપહરણ કરી હત્યા કરી તેની લાશને લટકાવી ઝાડ સાથે દીધાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે બે સામે નામજાેગ અને અન્ય બે સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી છે.

Follow Me:

Related Posts