fbpx
રાષ્ટ્રીય

મોટી ટેક કંપનીએ તેના ૭૦૦ કર્મચારીઓને કાઢી મૂકવાનો ર્નિણય કર્યોભારતમાં આ ટેક કંપનીની ૬ જેટલી ઓફિસો ધરાવે છે, જે તમામ કાર્યરત છે

વર્ષ ૨૦૨૪ ની શરૂઆત સાથે, ઘણી ટેક કંપનીઓમાં છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, મોટી ટેક કંપની સેલ્સફોર્સે છટણીના નવીનતમ રાઉન્ડમાં લગભગ ૭૦૦ કર્મચારીઓ એટલે કે તેના કર્મચારીઓના ૧ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાનો ર્નિણય કર્યો છે. આ પહેલા અમેરિકન ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ વગેરેએ પણ વર્ષની શરૂઆતમાં મોટા પાયે છટણીની જાહેરાત કરી છે. સેલ્સફોર્સ ભારતમાં પણ કાર્યરત છે અને તેની ઓફિસો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને જયપુરમાં આવેલી છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં, કંપનીએ તેના વૈશ્વિક વર્કફોર્સ (સેલ્સફોર્સ લેઓફ્સ) માં ૧૦ ટકા કર્મચારીઓને છૂટા કરવાનો ર્નિણય લીધો હતો. આ પછી, સપ્ટેમ્બર ૨૦૨૩ માં, કંપનીએ ૩,૦૦૦ લોકોની ભરતીની પણ જાહેરાત કરી હતી. ન્ટ્ઠઅર્કકજ.કઐ, એક પોર્ટલ જે છટણીના ડેટા પર નજર રાખે છે તે મુજબ, ૨૦૨૪ની શરૂઆતથી, વિશ્વભરની ૮૫થી વધુ ટેક કંપનીઓએ ૨૩,૭૭૦ કર્મચારીઓની છટણી કરી છે. વિશ્વની અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટે તેના ગેમિંગ વિભાગ એક્ટીવિઝન બ્લિઝાર્ડમાં ૧૯૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ સિવાય ઓનલાઈન રિટેલ કંપની ીમ્ટ્ઠઅ ૈંહષ્ઠ એ તેના કુલ વર્કફોર્સના ૯ ટકા એટલે કે ૧૦૦૦ લોકોને એક્ઝિટ બતાવવાનું નક્કી કર્યું છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ગયા અઠવાડિયે કંપનીમાં મોટા પાયે છટણીની વાત કરી હતી. ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના સ્ટ્રીમિંગ યુનિટ ટિ્‌વચમાં ૫૦૦ કર્મચારીઓને કાઢી મૂકવાનો ર્નિણય લીધો છે. ઘણા નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં ઘણી મોટી ટેક કંપનીઓ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી શકે છે. ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચ ઘટાડવા માટે તેણે હાર્ડવેર, વૉઇસ અસિસ્ટન્સ અને એન્જિનિયરિંગ ટીમમાં કામ કરતા કર્મચારીઓની છટણી કરી છે. આ છટણી કરવામાં આવી છે કારણ કે ‘ય્ર્ર્ખ્તઙ્મી કંપનીએ તેની ટોચની પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’ આ ઉપરાંત કંપની ‘ભવિષ્યમાં મહત્વપૂર્ણ તકોમાં યોગ્ય રીતે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

Follow Me:

Related Posts