અમરેલી

મોટી પાણીયાળી કે.વ શાળાના વિધાર્થીએ રાજ્ય કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં સ્થાન મેળવ્યુ   

   રાજ્ય કક્ષાની અંડર ૯ અને અંડર ૧૧  ની એથ્લેટિકસ સ્પર્ધા નડીયાદ ખાતે તારીખ;૬/૩/૨૦૨૨ થી તારીખ;૯/૩/૨૦૨૨ એમ ચાર દિવસ સુધી  યોજાયેલ જેમાં મોટી પાણીયાળી કે.વ શાળાના ૨૭ બાળકોએ આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો અને ૬૦ મીટર દોડની સ્પર્ધામાં શાળાના વિધાર્થી નૈતિક ઓમકારગીરી ગોસ્વામીએ સાતમો નંબર મેળવ્યો હતો , તેમને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ આ ઉપરાંત શાળાના ૨૬ અન્ય વિધાર્થીઓએ પણ નડીયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં ૬૦ મીટર દોડ ઉપરાંત સ્ટેન્ડીંગ બ્રોડ જંપ, મેડીસીન બોલ થ્રો, ટેનીસ બોલ થ્રો જેવી રમતોમાં ભાગ લીધો હતો તે તમામ બાળકોને રાજ્ય કક્ષાની રમત સ્પર્ધાના પ્રમાણપત્રો આપવામાં આવેલ,આ સ્પર્ધા માટે શાળાના શિક્ષકો મહેન્દ્રભાઈ બામણીયા, શૈલેષભાઈ,મહેશભાઈ અને જયસુખભાઈ વાઘેલાએ ખુબ મહેનત કરી હતી.Attachments areaReplyForward

Related Posts