મોટી પાણીયાળી કે.વ શાળાના ત્રણ બાળકો સ્પોર્ટસ સ્કુલમાં પસંદ થયા
પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રાજ્ય કક્ષાની પસંદગી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની પસંદગી યાદી જાહેર થતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો હીના ભરતભાઈ ચૌહાણ ફૂટબોલની રમતમાં અને નમન દિનેશભાઈ ચુડાસમા તથા હાર્દિક પ્રવિણભાઈ મકવાણા સ્વીમીંગ સ્કુલમાં પસંદ થયા છે.
પસંદ થયેલ ખેલાડી બાળકો જુન માસમાં શરુ થનાર નવા શૈક્ષણિક વર્ષથી સ્પોર્ટસ સ્કુલમાં જશે અને તેમના શિક્ષણ ઉપરાંત રહેવા,જમવા,કપડા,સ્ટેશનરી સહીત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તેમજ તેમને નિષ્ણાંત કોચ દ્વારા રમત ગમતની સઘન તાલીમ આપવામાં આવશે આથી તેમને સંપૂર્ણ સુવિધા સાથે આગળ વધવાની સારી તક પણ મળશે.
Recent Comments