પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં આચાર્યશ્રી બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા બહેનો સોનલબેન ગજ્જર અને સપનાબેન વર્મા તથા અલ્પાબેન દ્વારા બાળકો માટે મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરવા માટે રિંગણ, ગુવાર, ભીંડો, કોથમીર, મરચી, સરગવો, મીઠો લીમડો, ચીભડા, અજમો, તુલસી અને મેથીનો ઉછેર કરી સુંદર કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે, શાળાના કિચન ગાર્ડનમાં કોઈપણ પ્રકારની દવા કે ખાતર વિના શાકભાજી અને મસાલા ઉછેરવામાં આવેલ છે જેનો બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈમાં ઉપયોગ થવાથી બાળકોને વધુ પોષ્ટિક ખોરાક મળશે તેમજ બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ પ્રવૃત્તિની ગામ લોકો અને શિક્ષણ આલમમાં પ્રસંશા થઈ રહી છે.
મોટી પાણીયાળી કે.વ શાળામાં સુંદર કિચન ગાર્ડન તૈયાર કરાયું


















Recent Comments