મોટી પાણીયાળી કે.વ શાળામાં 230 વૃક્ષોનો ઉછેર કરી દરેક વૃક્ષના નામની નેઇમ પ્લેટ લગાવાઈ
પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં શિક્ષકો મહેશભાઇ ખેરાળા,કરમશીભાઈ ખસિયા,મહેન્દ્રભાઇ બામણિયા,શૈલેશભાઈ,જયસુખભાઇ વાઘેલા,મહેશભાઇ મેવાડા અને સાથી શિક્ષકો તથા શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા શ્રી મોટી પાણીયાળી કે.વ શાળામાં માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી પર્યાવરણ જાળવણીનું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં લીમડો,પીપળો,રાયણ,આંબલી,જાંબુડો,બહોનિયા,પેલ્ટોફાર્મ,કરંજ,સીસું,શેતૂર,અર્જુનસાદડ,કાશીદ,સરલ,ગુલમહોર,સરગવો,નિલગિરી,ઉમરો,સરું,ગરમાળો વગેરે 230 વૃક્ષોનો ઉછેર કરી દરેક વૃક્ષને બાળકો ઓળખે તે માટે તમામ વૃક્ષોને નેઇમ પ્લેટ લગાવામાં આવી છે આ ઉપરાંત શાળાના બગીચામાં વિવિધ પ્રકારના ગુલાબ,ચંપો,કરેણ,એકલિફાય,પામ,બારમાસી,જાસ્મીન વગેરે ફૂલછોડનો ઉછેર કરવામાં આવેલ છે
Recent Comments