ગુજરાત

મોટી પાણીયાળી કે.વ શાળામાં શૌચાલયોની સફાઈનું કામ સંભાળતા શાળાના આચાર્ય અને શિક્ષકો

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં હાલ 422 બાળકો અભ્યાસ કરે છે અને બાળકો માટે શાળામાં ચાર શૌચાલયો છે જેની સફાઈનું કામ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા અને શિક્ષક મહેશભાઇ ખેરાળા તથા શાળાના અન્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે શાળાના શૌચાલયો સ્વચ્છ રાખવા માટે શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા પોતે જ એસિડ , ફિનાઇલ અને સાવરણો લઈને સફાઈનું કાર્ય કરે છે,શાળાના આચાર્યશ્રીને શૌચાલયોની સફાઈ કરતાં જોઈ બાળકો સામેથી સફાઈ માટે આવી જાય છે તેમ છતાં આચાર્ય દ્વારા બાળકો પાસે સફાઈ કરાવવાના બદલે પોતે જ સફાઈ કરે છે અને આ રીતે મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય દ્વારા બાળકો સામે જીવન ઘડતરનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે અને કોઈ કામ નાનું નથી એવું પોતે આ કામ કરીને બતાવે છે આથી શાળાના બાળકો પણ સફાઈ પ્રત્યે ખૂબ જ જાગૃત થઇ સ્વચ્છતાનું મહત્વ સમજતા થયા છે.

Related Posts