મોટી પાનેલીની ગરબીમાં શહીદોને શ્રધ્ધાંજલી આપતી બાળાઓ
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પચાસવર્ષ જૂની પ્રાચીન શ્રી શક્તિ ગરબી મંડળની બાળાઓ દ્વારા વિજયાદશમી ના દિવસે આંતકવાદ રૂપી રાવણ ને દહન કરવાનાં નેક ઈરાદા સાથે લડી રહેલા આપડા વીર જવાનોએ દેશ અને દેશની પ્રજાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી રહ્યા હોય તેવા વીર જવાનો શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા દેશભક્તિી નો માહોલ બનાવી લોકોમાં દેશ અને વીરજવાનો પ્રત્યેધ સન્માકન જગાવવા હૂબહૂ ભારતમાતાની સચિત્ર તસવીર ભારતદેશનાં નકશા સાથે બાળાએ માં ભારતીનો વેશ ધારણ કરી લોકોમાં ભારે આકર્ષણ જગાડ્યુંન હતું, ભારતમાતાને ફૂલની પથારી પાથરવામાં આવેલ સાથેજ આખા ચોકને રાષ્ટ્રધ્વ?જ તિરંગા અને વીર શહીદોના પોસ્ટીરથી સજાવવામાં આવેલ ભારતમાતાને ફૂલડે થી વધાવતા લોકો દેશભક્તિુમાં ભાવુક બની એકીસાથે ભારતમાતા કી જય ના નારા લગાવ્યાા હતા આ તકે નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ બન્યોા હતો મંડળના સ્વાયંમ સેવકોએ ફટાકડા ફોડીને ભારતમાતાનું ભવ્યય સ્વાજગત કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ સાથેજ બાળાઓ એ દેશભક્તિ ના નૃત્યોત દ્વારા લોકોને મંત્રમુગ્ધર બનાવી ચોકને શહીદોની યાદમાં વીરજવાનો અમર રહો ના નારા સાથે ભારતમાતા ને સલામી અર્પિત કરેલ, આ કાર્યમાં ગરબીના સ્વ યંમસેવકો નીતિનભાઈ, હાર્દિક, કિશોર, દીપો, ધર્મેશ, ઓમ, કૃણાલ, જમનભાઈ વગેરે જાેડાઈ માતાજીના આશીર્વાદ લીધા હતા, સર્વોને મંડળના પ્રમુખશ્રી રતાભાઈ, બાબુભાઇ ગણાત્રાએ અભિનંદન પાઠવ્યાલ હતા .
Recent Comments