મોડાસામાં એક વિશ્રામગૃહ પર ફરી વળી ટ્રક, સદનસીબે મોટી જાનહાની ટળી
વાહનો તેમની બેફામ રફતારના કારણે ઘણી વખત નિર્દોષ લોકોના જાન માલને નુકશાન કરતાં હોય છે. ત્યારે મોડાસાના માલપુર રોડ પર આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક બેફામ ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વિશ્રામ ગૃહ પર ફરી વળી હતી. રાત્રે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે વૃદ્ધ માણસોને વિશ્રામ લેવા માટે વિશ્રામ ગૃહ બનાવેલો છે. જ્યાં આસપાસના વિસ્તારના વડીલો આવીને બેસતા હોય છે. ત્યારે માલપુર તરફથી બેફામ સ્પીડમાં આવતી એક ટ્રકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક વિશ્રામ ગૃહ પર ફરી વળી હતી અને વિશ્રામ ગૃહ સંપૂર્ણપણે કકડભુસ થઈ ગયું હતું. ઘટના સમયે સદનસીબે કોઈ વૃદ્ધ કે અન્ય કોઈ વ્યક્તિ નહોતું જેના કારણે મોટી દુર્ઘટનાથી બચી શકાયું છે
Recent Comments