મોડાસા પંથકની નવ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરનારને 26 વર્ષની સખત કેદ
અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધામને 26 વર્ષની સખત કેદની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. મોડાસા તાલુકાના એક ગામમાં બે વર્ષ અગાઉ ધૂળેટીના દિવસે ગામમાં રહેતો મેઘરજ પંથકના આરોપીએ ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીને દસ રૂપિયા આપીને દુકાનમાં પડીકી લેવા મોકલી હતી. દરમિયાન પરત આવી રહેલી બાળકીને રસ્તામાં દિવેલાના ખેતરમાં ઊંચકીને લઇ જઇને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાને લઇને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ મોડાસાની સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે જુદી જુદી કલમો હેઠળ આરોપીને તકસીરવાન ઠેરવીને 26 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.
બપોરના ત્રણ વાગ્યે મેઘરજ તાલુકાના નાનીભુવાલનો જીવો ઉર્ફે કમલેશ નાનાભાઇ જીવાભાઇ રસ્તામાં સંતાઈ રહ્યો હતો. મોકાનો ફાયદો ઉઠાવીને બાળકીને ઊંચકીને તે દિવેલાવાળા ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં બાળકીને પીંખી ખેતરમાં મૂકીને ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ઘરે આવેલી બાળકીએ ઘટનાની પરિજનોને જાણ કરતાં બાળકીને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડી હતી. બાળકીના વાલીએ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કોની જુદી જુદી કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો હતો.
કેસ મોડાસાની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિનેશભાઈ પટેલની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવા ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ એ.કે રાવે આરોપી કમલેશ નાનાભાઇ જીવાભાઇ અસારી રહે નાની ભુવાલ રેલ્યો તાલુકો મેઘરાજ જિલ્લો અરવલ્લી ને તક્સીરવાન ઠેરવીને કલમ 376 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો ત્રણ માસની વધુ સખત કેદની સજા તેમજ પોસ્કો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 20 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તેમજ પોસ્કો ક 8 હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની તેમજ પોસ્કો 12 હેઠળ ત્રણ વર્ષ સખત કેદની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો
Recent Comments