મોડેલ સ્કૂલમાં સતત બીજા દિવસે વિરોધ યથાવત્
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ટેકરા ગામે મોડેલ સ્કૂલમાં સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે પણ અન્નનો ત્યાગ કરી શિક્ષણ કાર્યથી અળગા રહ્યા છે. ધોરણ ૯થી ૧૧નાં ૫૫૦ જેટલા બાળકો શાળામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે. મહત્વનું છે કે પ્રદર્શન આદિજાતિ વિભાગની પ્રયોજના કચેરી દ્વારા બે શિક્ષકોની અચાનક બદલી કરાઈ છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓની વહારે છમ્ફઁ અને કોંગ્રેસના કાર્યકરો આવ્યા છે. પ્રાયોજના અધિકારીઓએ બાળકોને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ એક ના બે ન થયા અને તેમની માગ પર અડગ રહ્યા છે. તો સ્કૂલમાંથી કાઢી નાખવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. બાળકોની માગ યોગ્ય છે કે નહિં તે પછીની વાત છે,, પણ હાલ સુધી કોઈ અધિકારી માસૂમ બાળકોને સમજાવી શક્યા નથી. અધિકારીઓ બસ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, આ શિક્ષણ વિભાગનો એક ભાગ છે. જેમાં શિક્ષકોની બદલી કરાઈ છે. માગ નહીં સંતોષાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સમજવા તૈયાર નથી.
Recent Comments