fbpx
અમરેલી

મોણપુર–ધરાઈ રોડમાં લોટ પાણીને લીટા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયગાળા થી ભાજપનું શાસન છે, અને ભાજપના રાજમાં રોડ કોન્ટ્રાકટો બેફામ બન્યા છે, ગુજરાતમાં આવેલ ગ્રામ્ય રસ્તાઓ, શહેરી રસ્તાઓ ,સ્ટેટ હાઈવે,નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ છે,

ભાજપના નેતાઓ સાથે મીલીભગત કરી અને અધિકારીઓને હપ્તાઓ આપીને રોડના કોન્ટ્રાકટરો બેફામ બન્યા છે, જનતા જનાર્દનના પરસેવાની કમાણીના પૈસા ટેકસ સ્વરૂપે ભાજપ સરકાર વસુલીને આવા પોતાના માનીતા કોન્ટ્રાકટરોને રોડના કોન્ટ્રાકટ આપીને રોડ બનાવવામાં હલકી ગુંણવતાનું મટીરીયલ્સ વાપરીને વેડફી રહીયા છે, જેનાથી રોડ,રસ્તાઓ ટુંકા સમયગાળામાં તુટી જાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે,

એક વર્ષ પહેલાજ બનેલો મોણપુર થી બાલમુંકુન્દ ધરાઈ ડામર રોડ અતિ બિસ્માર હાલતમાં છે, જેનાથી લાખો વૈષ્ણવોનું આસ્થાનું સ્થાન બાલમુંકુન્દ હવેલી ધરાઈ જવા માટે વૈષ્ણવોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.અને ખરાબ રોડના કારણે અવાર–નવાર અકસ્માતો પણ સર્જાય છે, કરોડો રૂપીયાના ખર્ચે બનેલ મોણપુર–ધરાઈ રોડ ગેંરટી પીરયડ પહેલા તુટી ગયેલ હોવાથી તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર ઈજનેર તથા કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહી કરી તે કોન્ટ્રાકટર પાસે ફરીવાર મફતમાં રોડ બનાવવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી કરી.

Follow Me:

Related Posts