fbpx
અમરેલી

મોદીજી સાથે મન કી બાત

 દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2014 માં રેડીયોના માધ્યમથી#MannKiBaat કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરવાની નવીન પહેલ કરવામાં આવેલ. આજે સાવરકુંડલા શહેરના શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર 1 ના બુથ નંબર 162 ના પ્રમુખશ્રી અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આ કાર્યક્રમના 100માં એપિસોડ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 100 વિધવા બહેનો, 100 આયુષ્માન લાભાર્થી બહેનો,100 ઉજ્વલા ગેસ લાભાર્થી બહેનો તથા આ બુથના સર્વે મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે વડાપ્રધાનશ્રીનું ઊર્જાવાન વક્તવ્ય સાંભળી તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ અંત:કરણપૂર્વક ધન્યતા અનુભવું છું.

Follow Me:

Related Posts