મોદીની બિહાર રેલીના ૪ આરોપીને ફાંસી : ૨ ને આજીવન કેદ

૨૦૧૩માં પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલી હતી, જે સમયે આ ધમકા થયા હતા. જ્યારે એ જ સમયે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર પણ બોમ્બ ધમાકો થયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ એનઆઇએની વિશેષ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કુલ ૧૮૭ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. એનઆઇએ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી અને ૧૨ની સામે એફઆઇઆર દાખલ થઇ હતી, હાલ આ હુમલાખોરો બેઉરની જેલમાં કેદ છે. જ્યારે એક આરોપીનું મોત નિપજ્યું છે અને એક સગીર વયનો હોવાથી તેને ત્રણ વર્ષની કેદની સજા થઇ ચુકી છે.બિહારના પટનાના ગાંધી મેદાનમાં ૨૦૧૩માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં એનઆઇએની કોર્ટે સોમવારે ચાર દોષિઓને ફાંસીની સજા ફટકારી હતી. ૨૭મી ઓક્ટોબર ૨૦૧૩માં થયેલા પટના સીરિયલ બ્લાસ્ટમાં આઠ વર્ષ પછી ચુકાદો આવ્યો હતો. આ કેસમાં કુલ નવને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમાંથી ચારને ફાંસીની સજા આપવામા આવી છે. જ્યારે બેને આજીવન કેદ અને બેને ૧૦ વર્ષ જ્યારે એક દોષીને સાત વર્ષની સજા ફટકારી હતી. જે દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી તેમાં હૈદર અલી, નોમાન અંસારી, મો. મુજિબુલ્લાહ અંસારી, ઇમ્તિયાજ આલમનો સમાવેશ થાય છે. જ્યારે ઉમર સિદ્દીકી, અજરૂદ્દીન કુરૈશીને આજીવન કેદની સજા ફટકારાઇ છે. અહમદ હુસૈન, મો. ફિરોજ અસલમને ૧૦ વર્ષ અને ઇફ્તખાર આલમને સાત વર્ષની સજા મળી હતી.
Recent Comments