મોદીને પડકાર આપવા કોંગ્રેસમાં રાહુલ સહિત કોઈ લાયક નહીં: નટવરસિંહ
કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ અંગે ભાજપે કટાક્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ શુક્રવારે જણાવ્યું કે, ‘પરિવારે પંજાને અંગત સંપત્તિ બનાવવાના પ્રયત્નમાં આટલી જૂની પાર્ટીને બરબાદ કરી નાખી. અમે એક મજબૂત વિપક્ષ ઈચ્છીએ છીએ, મતભેદો અને ભ્રમથી ભરેલો નહીં.’ આ ઉપરાંત તેમણે કોંગ્રેસને એક બિન ઉત્પાદક સંપત્તિ ઠેરવી દીધી હતી. કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે શુક્રવારે પણ નેતૃત્વ પર હુમલાનો દોર ચાલુ રહ્યો હતો.
પાર્ટીમાં એક સમયે મહત્વપૂર્ણ પદે રહેલા પૂર્વ કોંગ્રેસી નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન સિંહે ફક્ત રાહુલ ગાંધી જ નહીં પણ સમગ્ર કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી સહિત કોઈ પણ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપવાને લાયક નથી.
હકીકતે નટવર સિંહને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી પીએમ મોદીને પડકાર આપી શકે છે. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘તમને એવું લાગે છે? શું તે પીએમ મોદી સામે ટકી શકે છે? બંને વચ્ચે વિવાદ કરાવીને જાેઈ લો. રાહુલ ગાંધીનો ઈન્ટરવ્યુ તમે ટીવી પર જાેયો છે. મોદી શાનદાર વક્તા છે. તેઓ નીડર અને દબંગ છે. તે (રાહુલ) તેમના વિરૂદ્ધ કશું ન કરી શકે. કોંગ્રેસમાં એવું કોઈ નથી જે મોદીને પડકારી શકે કારણ કે મોદી શાનદાર વક્તા છે.’ નટવર સિંહે કોંગ્રેસના ક્ષરણ માટે ગાંધી પરિવારને જવાબદાર ગણાવ્યું હતું. ૫ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંભાવનાઓ મુદ્દે તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું પાર્ટી ભાજપને હરાવી શકશે. તેમના પાસે કોઈ સલાહકાર નથી પરંતુ તે એવું માને છે કે તે (રાહુલ) તીસમારખાં છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ કોઈ પદ સંભાળ્યા વગર જ પાર્ટીના તમામ ર્નિણયો લઈ રહ્યા છે.
Recent Comments