મોદી અમેરિકાની સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જૂને અમેરિકી સંસદને સંબોધિત કરવાના છે. પીએમ મોદી અમેરિકી સંસદના બંને ગૃહો – સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાન યુએસ સંસદને બે વાર સંબોધિત કરવા જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ પહેલા પણ અમેરિકી સંસદને સંબોધિત કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. સંરક્ષણથી લઈને વેપારના ક્ષેત્રમાં બંને દેશો નજીક આવ્યા છે. ગૃહ અને સેનેટ બંનેના દ્વિપક્ષીય નેતૃત્વ દ્વારા સમર્થિત, યુએસ હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ ૨૨ જૂને વ્હાઇટ હાઉસની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત ૨૧ થી ૨૪ જૂન સુધી રહેશે. વડાપ્રધાન આ પહેલા પણ અનેક પ્રસંગોએ અમેરિકા જઈ ચુક્યા છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ રાજકીય પ્રવાસે અમેરિકા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષના કાર્યકાળમાં આ પ્રથમ વખત છે જ્યારે તેઓ અમેરિકાના રાજકીય પ્રવાસે જઈ રહ્યા છે. ભારતીય વડાપ્રધાનની અમેરિકાની છેલ્લી રાજકીય મુલાકાત ૨૦૦૯ માં હતી, જ્યારે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા હતા. જાે કે પીએમ મોદી તેમના કાર્યકાળ દરમિયાન ઘણી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે, પરંતુ તેમની કોઈપણ મુલાકાતને રાજકીય મુલાકાત તરીકે ગણવામાં આવી નથી. રાજદ્વારી પ્રોટોકોલ હેઠળ રાજકીય મુલાકાત એ સર્વોચ્ચ સ્તરની મુલાકાત છે. ઁસ્ મોદીને મોકલવામાં આવેલા આમંત્રણ પર સેનેટના બહુમતી નેતા ચક શૂમર, સેનેટ રિપબ્લિકન નેતા મિચ મેકકોનેલ અને ગૃહના નેતા હકીમ જેફ્રીઝ દ્વારા પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન અમેરિકી સંસદમાં ધારાશાસ્ત્રીઓને ભારતના ભાવિ અને યુએસ-ભારત દ્વારા સામનો કરી રહેલા વૈશ્વિક મુદ્દાઓ અંગેના તેમના વિઝન પર સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીએ છેલ્લે ૨૦૧૬માં કોંગ્રેસના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા. તેમના પહેલા મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી, પીવી નરસિમ્હા રાવ, રાજીવ ગાંધી અને જવાહરલાલ નેહરુએ યુએસ સંસદને સંબોધિત કર્યા હતા.
Recent Comments