મોદી મેઝીક યથાવત: ખેડૂત આંદોલન, મોંઘવારી અને બેરોજગારી, બધા પર પડ્યા ભારે
ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં બંપર જીત મેળવી હતી પરંતુ આવતા વર્ષે કોરોનાએ દસ્તક આપી હતી અને પછી ખેડૂત આંદોલનની શરૂઆત થઇ ગઇ. આ સિવાય વિપક્ષ તરફથી દેશમાં મોંઘવારી અને બેરોજગારીને મોટો મુદ્દો બનાવવામાં આવ્યો હતો. એક તરફ પશ્ચિમી યુપીમાં ખેડૂત આંદોલનનો મુદ્દો બતાવવામાં આવી રહ્યો હતો ત્યારે ઉત્તરાખંડમાં ત્રણ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા હતી પરંતુ આ બધા મુદ્દા ચાલી શક્યા નહતા અને અંતમાં પરિણામ આવ્યુ તો 5 રાજ્યમાંથી 4માં ભાજપ જીત તરફ વધી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની જીત મહત્વની છે, જ્યા 35 વર્ષ પછી કોઇ પાર્ટી સત્તામાં વાપસી કરી રહી છે.
આ સિવાય ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીઓને બદલવા પણ ભાજપની એટલી વિરૂદ્ધ નથી ગયુ, જેટલુ માનવામાં આવી રહ્યુ હતુ. 2000માં ઉત્તરાખંડની રચના બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઇ પાર્ટીને સતત બીજી વખત સત્તા મળી છે. બીજી તરફ મણિપુરમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને 60માંથી 25 બેઠક જીતતી જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે સરકાર બનવાની સ્થિતિમાં તે જ છે. 40 બેઠક ધરાવતા ગોવામાં પણ ભાજપ 19 બેઠક પર લીડ મેળવી રહી છે.જેનો અર્થ આ થયો કે આ વખતની ચૂંટણી જંગ ભાજપ 4-1થી જીતી રહી છે. આ મોટી જીત પાછળ મોદી મેજિકને પણ માનવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓ તરફથી કેટલાક રાજકીય જાણકારોનું માનવુ હતુ કે મોદી મેજિક નબળુ પડી રહ્યુ છે પરંતુ પરિણામોએ આવા તમામ દાવાને ખોટા સાબિત કરી દીધા છે. આવો જાણીયે, કેમ મોદી મેઝિક ચાલી ગયુ.
કલ્યાણકારી યોજનાઓની જોવા મળી અસર
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત તમામ રાજ્યમાં ભાજપ તરફથી મફત રાશન અને મકાન આપવાની વાત કહેવામાં આવી રહી હતી. પીએમ આવાસ યોજના, રાશન સ્કીમ અને ઉજ્જવલા જેવી તમામ યોજનાઓનો ભાજપે પ્રચાર કર્યો હતો. સીએમ યોગી આદિત્યનાથ તો લગભગ દરેક સભામાં જણાવતા હતા કે રાજ્યમાં 15 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યુ છે પરંતુ આ સ્કીમ કેન્દ્ર સરકારની હતી. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓએ કામ કર્યુ છે અને તેની અસર પરિણામ તરીકે જોવા મળી રહી છે.
ઉત્તરાખંડમાં સીએમ બદલવા પણ વિરૂદ્ધ ના ગયુ
ઉત્તરાખંડમાં 2017માં જીત મળ્યા બાદ ભાજપે આરએસએસના પ્રચારક રહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતને સીએમ બનાવ્યા હતા પરંતુ અંતિમ સમયમાં વસ્તુ બદલાઇ ગઇ તો તેમના સ્થાન પર તીરથ સિંહ રાવતને સીએમ બનાવવામાં આવ્યા અને અંતના કેટલાક મહિનામાં પુષ્કર સિંહ ધામીને કમાન સોપવામાં આવી હતી. માનવામાં આવી રહ્યુ હતુ કે આ રીતની અસ્થિરતા ભાજપને નુકસાન પહોચાડી શકે છે પરંતુ પરિણામ આવ્યા તો પાર્ટીને જીત મળી હતી. માનવામાં આવી રહ્યુ છે કે આ મોદી મેઝિક જ છે કે તમામ અસ્થિરતા બાદ પણ પાર્ટીને મોટી જીત મળી. આ જીત એટલી મોટી હતી કે કોંગ્રેસના સીએમ હરીશ રાવત ખુદ લાલકુંઆ બેઠક પરથી હારી ગયા હતા.
Recent Comments