fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારના ૧૦૦ દિવસ પૂરા થવા પર કોંગ્રેસે તેના પર પ્રહારો કર્યા

૧૦૦ દિવસમાં સરકારે કોઈ નવી સ્કીમ રજૂ કરી નથી, કોઈ દાવા સાચા પડ્યા નથી ઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુમોદી સરકારના ૧૦૦ દિવસ પૂરા થવા પર કોંગ્રેસે તેના પર પ્રહારો કર્યા છે અને તેને ‘ઠગબંધન’ ગણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારના ૧૦૦ દિવસ દેશના લોકો માટે ખૂબ જ મુશ્કેલ હતા. ખડગેએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે આ ૧૦૦ દિવસમાં સરકારે કોઈ નવી સ્કીમ રજૂ કરી નથી, કોઈ દાવા સાચા પડ્યા નથી, તે જ જૂના સૂત્રો અને તે જ જૂની પ્રચાર, કંઈ નવું નથી.

મંગળવારે કોંગ્રેસે મોદી ૩.૦ સરકારને “યુ-ટર્ન સરકાર” ગણાવી અને દાવો કર્યો કે આ સરકાર બેરોજગારી ઘટાડવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે બિનજૈવિક વડા પ્રધાન અને તેમના ઢોલ વગાડનારા અર્થશાસ્ત્રીઓ સતત નકારે છે કે રોજગાર વિના વિકાસ થઈ શકે છે. પરંતુ આજે જ્યારે આંકડાઓ બહાર આવ્યા છે ત્યારે સ્પષ્ટ દેખાય છે કે દેશમાં ૨૦૧૪ પછી વધારે રોજગારીનું સર્જન થયું નથી.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે જ્યારે સરકાર તેના ૧૦૦ દિવસ પૂર્ણ કરી રહી છે ત્યારે સ્પષ્ટ છે કે આ સરકાર અસ્થિર છે અને કૌભાંડો અને યુ-ટર્નથી ઘેરાયેલી છે. તે સંપૂર્ણ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે, બેરોજગારીનો મુદ્દો કોંગ્રેસ માટે હંમેશા મહત્વનો રહ્યો છે , મોદી સરકારે તેની આંતરિક અને બાહ્ય સુરક્ષાને મજબૂત કરીને મજબૂત ભારતનું નિર્માણ કર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે આવનારા ૧૦ વર્ષમાં ભારત સેમી-કન્ડક્ટરમાં મોટો ખેલાડી બનશે.

Follow Me:

Related Posts