મોદી સરકારને ક્રિકેટરો-બોલિબૂડનું સમર્થન પર થરૂરની આકરી પ્રતિક્રિયા
કેન્દ્રના અક્કડ વલણ અને લોકતાંત્રિક વ્યવહારથી ભારતની વૈશ્વિક છબીને નુંકશાન પહોંચ્યુ
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને દુનિયાની કેટલીક સેલિબ્રિટીઓ સમર્થન કરી રહી છે. ભારત સરકારે આ તમામને આકરી પ્રતિક્રિયા આપી છે. હવે બોલિવૂડના કલાકારો અને ક્રિકેટરો પણ આ વિદેશી સેલિબ્રિટીઓને જડબાતોડ જવાબ આપી કેન્દ્ર સરકારનું સમર્થન કરી રહી છે. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે આકરી પ્રતિક્રિયા આપી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે, કેન્દ્રના અક્કડ વલણ અને લોકતાંત્રિક વ્યવહારથી ભારતની વૈશ્વિક છબીને જે નુંકશાન પહોંચ્યુ છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી. ભારતે પોલ સિંગર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓ દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવાને લઈને જાેરદાર જવાબ આપ્યો હતો. ભારત સરકારના આક્રમક વલણ, દિગ્ગજ ક્રિકેટરો અને જાણીતિ બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ મોદી સરકારની પડખે ઉભી રહેતા થરૂર બરાબરના અકળાયા છે. થરૂરે ટિ્વટ કરીને કહ્યું હતું કે, ભારત સરકાર માટે ભારતીય હસ્તીઓ દ્વારા પશ્ચિમી સેલિબ્રિટીઓ પર વળતા પ્રહાર કરવા શરમજનક છે. ભારત સરકારના અક્કડ વલણ અને લોકતંત્રિક વર્તનના કારણે ભારતની વૈશ્વિક છબીને જે નુંકશાન પહોંચ્યુ છે તેની ભરપાઈ ક્રિકેટરોના ટિ્વટથી નહીં થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અનિલ કુંબલે, રવિ શાસ્ત્રી અને રોહિત શર્માએ ‘ઈન્ડિયા ટૂગેધર’ એટલે કે ભારત એકજુથ છે. અને ઈન્ડિયા અગેંસ્ટ પ્રોપગેંડા (ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર) હેશટેગ સાથે ટિ્વટ કર્યા હતાં. ત્યાર બાદ થરૂરે આ ટિપ્પણી કરી હતી. પૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, કાયદો પાછો લો અને સમાધાન માટે ખેડૂતો સાથે ચર્ચા કરો તો તમે ઈન્ડિયા ટુગેધર થઈ શકશો. કોંગ્રેસના વરિષ્થ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી તથા નાણાં મંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે, એ સારી વાત છે કે, રિહાના અને થનબર્ગ વિદેશ મંત્રાલયને જગાડી શકે છે. વિદેશ મંત્રાલયને ક્યારે ભાન આવશે કે માનવાધિકાર અને આજીવિકાના મુદ્દાઓથી ચિંતિત લોકો રાષ્ટ્રીય સરહદોને નથી ઓળખતા.
વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં થયેલા સૈન્ય તખ્તાપલટ પર ટિપ્પણી કેમ કરી હતી? તેને લઈને વિદેશ મંત્રાલય આટલુ બધુ ચિંતિત કેમ હતું? વિદેશ મંત્રાલય શ્રીલંકા અને નેપાળની ‘આંતરીક’ બાબતોમાં નિયમીત રૂપે ટિપ્પણી કેમ કરે છે? ચિદમ્બરમે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાને અમેરિકામાં કેપિટલ ભવન (સંસદ ભવન) પર હુમલા પર કેમ ટિપ્પણી કરી હતી. એ વાત ખુબ જ દુઃખદ છે કે, એસ જયશંકર જેવા વિદ્વાન વ્યક્તિ વિદેશ મંત્રાલય દ્વારા આ પ્રકારની છીછરી પ્રતિક્રિયા આપવાની મંજુરી આપે છે.
Recent Comments