મોદી સરકારમાં ડિફેન્સ સેક્ટરને એફડીઆઈથી ૩૩૪૩ કરોડ મળ્યા
સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ૨૦૧૪ થી અત્યાર સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં કુલ ૩,૩૪૩ કરોડ રૂપિયા હ્લડ્ઢૈં તરીકે પ્રાપ્ત થયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વધુ અત્યાધુનિક ટેકનોલોજીના નિર્માણ માટે સતત રોકાણની જરૂર છે. તેમણે કહ્યું, “૨૦૦૧-૨૦૧૪ના સમયગાળા દરમિયાન, લગભગ રૂ. ૧,૩૮૨ કરોડનો કુલ હ્લડ્ઢૈંનો પ્રવાહ નોંધવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં કુલ રૂ. ૩,૩૪૩ કરોડનું એફડીઆઇ પ્રાપ્ત થયું છે.” સંરક્ષણ રાજ્ય મંત્રી ભટ્ટે એમ પણ કહ્યું હતું. સ્વદેશી સંરક્ષણ એરક્રાફ્ટના સંશોધન અને વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષમાં ફાળવેલ અને ઉપયોગમાં લેવાતું બજેટ અનુક્રમે રૂ. ૩,૨૮૦ કરોડ અને રૂ. ૨,૮૩૫ કરોડ હતું.
તેમણે કહ્યું કે સ્વદેશી સંરક્ષણ એરક્રાફ્ટના વિકાસ માટે કરવામાં આવેલા વિવિધ સંશોધનોમાં ૧૦૦% સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે વિદેશી રોકાણની મર્યાદા વધારીને ૭૪ ટકા કરી દીધી છે. આ મર્યાદા ઓટોમેટિક રૂટ પર છે. જાે કોઈ વિદેશી કંપની સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી પર કામ કરે છે તો તે સરકારી રૂટ હેઠળ ૧૦૦ ટકા સુધી રોકાણ કરી શકે છે. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રને આર્ત્મનિભર બનાવવા માંગે છે. ભારત મોટા પાયે હથિયારોની આયાત કરે છે. સરકારની યોજના આ દિશામાં સ્વદેશીકરણની છે. બજેટ ૨૦૧૮-૧૯માં સરકારે સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે બે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરની જાહેરાત કરી હતી. પહેલો ડિફેન્સ કોરિડોર ઉત્તર પ્રદેશમાં અને બીજાે કોરિડોર તમિલનાડુમાં બનાવવામાં આવશે. આ કોરિડોરની મદદથી સરકાર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માંગે છે. આ કોરિડોરની મદદથી સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં બંને રાજ્યોમાં ૧૦-૧૦ હજાર કરોડનું રોકાણ આકર્ષવાની યોજના ધરાવે છે.
લોકસભામાં વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ભારતમાં આવતા હ્લડ્ઢૈંમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ભારતમાં કુલ ૭૪ અબજ ડોલરનું હ્લડ્ઢૈં આવ્યું હતું, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ૮૭.૫૫ અબજ ડોલર હતું. હ્લડ્ઢૈંને આકર્ષવા માટે મોદી સરકારે પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ૧૦૦% હ્લડ્ઢૈં ને મંજૂરી આપવામાં આવી છે. આ મંજુરી ઓટોમેટીક રૂટ દ્વારા આપવામાં આવી છે. સરકાર સમય સમય પર આને લગતી નીતિમાં ફેરફાર કરતી રહે છે જેથી રોકાણકારોને આકર્ષી શકાય.
Recent Comments