મોનસુનને લઈને હવામાન વિભાગે આપ્યા મોટા સમાચાર, ટૂંક સમયમાં કેરળમાં મોનસુન આપશે દસ્તક
રાજધાની દિલ્હી સહિત અનેક સ્થળ પર પડી રહેલ કાળી ગરમી વચ્ચે લોકોને જેની રાહ હતી આખરે મોનસૂને દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, મોનસુન આજે અંદમાન સાગર અને તેની નજીક દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની ઉપર પહોંચી ગયું છે. સાથે જ, ટૂંક સમયમાં કેરળમાં પણ મોનસુનનું આગમન થશે. ગત કેટલાક દિવસોથી વધુ પડતા રાજ્યો ભીષણ ગર્મીથી તપી રહ્યા છે. દિલ્હી અને યૂપીના બાંદામાં રવિવારની વધુ પડતા તાપમાન 49 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જો કે, દિલ્હી માટે હવામાન વિભાગે સારા સમાચાર આપતા કહ્યું કે, આજે તાપમાન બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવશે.
મોનસુન પર શું બોલ્યું હવામાન વિભાગ ?
હવામાન વિભાગના અધિકારી આરકે જેનામણીએ સોમવારે સવારે મોનસુનને લઈને રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ કહ્યું કે, અંદમાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની ઉપર મોનસુન આજે પહોંચી ચુક્યું છે. અમે કેરળ માટે ભવિષ્યવાણી કરી હતી કે, તે 27 મેની આસપાસ આવશે. એટલા માટે પ્રગતિ અને દેખરેખ અનુસાર, દર્શાવવામાં આવે છે કે, મોનસુન માટે અમારી ભવિષ્યવાણી સાચી થશે. આ દરમ્યાન હવામાન વિભાગે આ સપ્તાહ ઉત્તરાખંડ, કેરળ, મેઘાલય, અસમ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદનું અનુમાન લગાવ્યું છે.
ગત રોજ હતો હિટવેવનો કહેર, પરંતુ આજે રાહત
આર.કે. જેનામણીએ ગત દિવસે વિભિન્ન રાજ્યોમાં પડેલ ભીષણ ગર્મીનો ઉલ્લેખ કર્યો હતો કે, ગત રોજ હીટવેવની સ્થિતિ ઘણી ગંભીર હતી. આજે અમે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોના તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધી રહ્યા છે. કેટલાક મોટા વિસ્તારોમાંથી કાલ સુધીમાં હીટવેવ ખતમ થઈ જશે. 17 મે સુધી ક્યાંય પણ હીટવેવનો કહેર હશે નહીં. તેઓએ દિલ્હીના હવામાનને લઈને કહ્યું, માર્ચ મહિનો અસામાન્ય રહ્યો. સમગ્ર ભારતમાં 122 વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું. મેમાં પ્રથમ 10 દિવસ સારા રહ્યા. એવામાં મને નથી લાગતું કે આ મહિનો અસામાન્ય હશે.
દિલ્હી માટે હવામાન વિભાગના સારા સમાચાર
હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ આગળ કહ્યું કે, સફદરગંજ-પાલમનો રેકોર્ડ જોવામાં આવે તો મેમાં સૌથી વધુ તાપમાન 48 ડિગ્રી સેલ્સીયસથી વધુ અને સફદરજંગમાં સૌથી વધુ 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. ત્યાં જ દિલ્હી માટે સારા સમાચાર આપતા તેઓએ આગળ કહ્યું કે, આજે તાપમાન પહેલા જ નીચુ આવી ચુક્યું છે. સવારે 11.30 કલાક સુધીમાં તાપમાન પહેલા જ 2-3 ડિગ્રી સેલ્સિયસ નીચું આવી ચુક્યું છે. એટલા માટે આજનું તાપમાન ગતરોજની તુલનામાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હશે. તેઓએ કહ્યું કે, કેટલાક સ્ટેશનોમાં તાપમાન 46-48 ડિગ્રી સેલ્સીયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, આ 43-44 ડિગ્રી પર આવી જશે. સફદરજંગ માટે તે 42-43 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પશ્ચિમી વિક્ષોભ આવવાથી વાદળછાયું વાતાવરણ છે. એવામાંકાલથી 3-4 દિવસ માટે રાહત મળશે. પરંતુ તે બાદ તાપમાન ફરી વધશે.
Recent Comments