મોબાઇલે માનવ સમાજના સંબંધોને છીંછરા બનાવી દીધા છે. ખરખરો હોય, ખબર કાઢવી હોય, કોઈ રસોઈની રેસીપી જાણવી હોય ગોસીપ હોય કે ગંભીર બાબતો વિષયક ટિપ્પણી આ ફોન ઉપાડ્યો અને હલ્લો કેમ છો? કરીને જાતભાતની વાતો થાય.. આજ શેનું શાક બનાવ્યું છે? કે પેલા ફલાણાભાઈએ આમ કર્યું તેમ કર્યું જેવી વાતોનો દોર જેમ ગઝલની મહેફિલ જામે એમ જામે..!! પાછું સ્ટેટ્સમાં લખ્યું હોય ઓન્લી અર્જન્ટ કોલ પ્લીઝ..!! પરંતુ જ્યારે પણ કોલ કરીએ તો ફોન કોલ પણ વ્યસ્ત આવે!! તો ઘણી વખત ચાલુ કારે કે સ્કૂટર પર જતાં મોબાઇલ પર વાતચીત થતી હોય છે અને આ સંદર્ભ પણ ઘણીવખત મોબાઇલ ધારક અકસ્માતનો ભોગ બનતાં પણ જોવા મળે છે. અરે ભાઈ મોબાઇલનો ઉપયોગ સિમિત કરવા માટે સલાહ આપવાથી પણ ઘણી વખત વ્યક્તિને માઠું લાગતાં અઘટિત પગલું પણ ભરી બેસે છે. ઈયર ફોન દ્વારા મોબાઇલ પર વાત કરતા કે ગીત સાંભળતાં ઘણીવખત પાછળથી આવતાં વ્હીકલના હોર્નનો અવાજ ન સંભળાતા પણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની શકે છે. ઘણીવખત યુવાધન પોર્નગ્રાફીનો શિકાર પણ બની જતો હોય છે. તો ઘણીવાર મોબાઇલ પર આવતી પ્રલોભન દર્શાવતી વાતોથી બ્લેકમેઈલનો શિકાર પણ બની જતો હોય છે. એટલે મોબાઇલનો ઉપયોગ આવશ્યક હોય તેટલો જ કરાય.
મોબાઇલની મોંકાણ.. માનવ સબંધને છીંછરા બનાવવાનું આજનું લેટેસ્ટ વર્ઝન.
નહીં તો મોબાઈલ એડિક્શનનાં દૂષણનો પણ ભોગ બની શકાય છે. આજકાલ સેલ્ફીનો એટલો ક્રેજ છે કે ઘણીવખત એવા ભમજનક સ્થાન પર સેલ્ફી લેવા જતા જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તો ફેક ન્યૂઝ અથવા બિનઅધિકૃત માહિતી પણ આ મોબાઇલ દ્વારા જ આંખો મીંચીને ફોરવર્ડ થતી હોય છે.અરે ઘણીવાર તો ગમખ્વાર અકસ્માત થતો હોય અને આસપાસના વ્યક્તિઓ એનું શૂટિંગ પણ આ મોબાઇલ દ્વારા કરતાં જોવા મળે છે.!! એક વાત ચોક્કસ છે કે મોબાઈલ એ માહિતી સંચાર – આપલેનું શ્રેષ્ઠ માધ્યમ છે પરંતુ તેનો વિવિકપૂર્ણ ઉપયોગ કરતાં પણ શિખવું પડશે.. અતિની ગતિ નથી અતિ સર્વત્ર વર્જ્યતે એ ન્યાયે મોબાઇલનો ઉપયોગ સંયમ અને વિવેક સાથે કરવો અને તેનો શ્રેષ્ઠતમ લાભ પણ ઉઠાવી શકાય છે. વિવિધ પ્રકારની ગેમ્સનો પણ આ મોબાઇલ દ્વારા જ ઉપયોગ થતો હોય છે…!! હા ઘણીવાર મોબાઇલનું વળગણ છોડાવવા માટે પણ એના નિષ્ણાંતો પાસે સારવાર કરાંવતા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.. એટલે આમ ગણીએ તો મોબાઈલ આશિર્વાદ સમાન છે પરંતુ તેનો ઉપયોગ ખપપૂરતો અને વિવેકાધીન કરવામાં આવે..નહીં તો મોબાઈલ કોઈ અસૂર થી કમ નથી કેટલાયની મોબાઇલને કારણે જીંદગી બરબાદ થઈ શકે છે.



















Recent Comments