fbpx
ગુજરાત

મોબાઇલને ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં બેટરી ફૂટી, બાલાસિનોરના પરબિયા ગામે કિશોર ને થઇ ઈજા

આજ કાલ ના જમાના માં બાળકો ને પણ મોબીલે વિના ચાલતું નથી પણ તેજ વસ્તુ તેમ,ના જીવન માટે ક્યારેક ખુબજ નુકસાનકારક પુરવાર થઇ શકે છે, મોબાઈલ જીવનને જાેખમમાં પણ મૂકી દે છે. બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં દરમિયાન ફોનની બેટરી ફૂટતાં કિશોરની ૪ આંગળીનાં ટેરવાં કપાઇ જતાં બાયડની હોસ્પિટલમાં સારવાર માટે લવાતાં ઓપરેશન કરી સારવાર કરી હતી. પરબિયા નજીક રહેતો કિશોર મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતો હતો. એ વેળાએ અચાનક જ મોબાઈલની બેટરી ફાટતાં કિશોરનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. કિશોરના હાથની ચાર આંગળીનાં ટેરવા કપાઈ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. તરત જ પરિવાર બાયડની શ્રીજી હોસ્પિટલમાં તેને લાવ્યો હતો શ્રીજી હોસ્પિટલના ઓર્થોપેડિક દીપેનભાઇ પંચાલે જણાવ્યું કે હાથની બે આંગળીનાં ટેરવાને ભારે નુકસાન થયું હતું. બે કલાક ઓપરેશન કર્યા બાદ આંગળીઓને બચાવી લેવામાં આવી હતી

Follow Me:

Related Posts