ગુજરાત

મોબાઈલ ટાવરોમાંથી ૪જી નેટવર્ક સપોર્ટેડ કાર્ડની ચોરી કરનાર બે ઈસમને ઝડપી પાડતી એલસીબી ટીમ


લોકો એવી એવી ચોરી કરે છે જે જાણી તમે પણ અચબામાં પડી જશો લોકો અત્યાર સુધી ઘરફોડ ચોરી, લુંટફાટ, વાહનચોરી, તેમજ એટીએમ ચોરીર જેવા અનેક પ્રકારની ચોરી કરતા હતા હવે ટેકનોલોજીનો જમાનો આવ્યાબાદ લોકો ટેકનોલોજી દ્વારા ચોરી કરી રહ્યા છે જેમાં ઓનલાઈન છેતરપીંડી લીંક, ઓટીપી દ્વારા ચોરી કરી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે તેવી જ રીતે મોબાઈલ, કોમ્પ્યુટર હેક કરી સાઈડ હેક કરી ચોરી કરતા અનેક ચોરો જાેયા હશે પણ હવે ટેકનોલોજીના ઉપકરણો જેવા ૪જી ટાવરોમાં લાગતી એલ્યુમિનિયમ સીટો જે ૪જી નેટવર્ક માટે સપોર્ટેડ કાર્ડ તરીકે ઉપયોગમાં આવે છે તેની ચોરી કરે છે તેવા બે ચોર આજે પોલીસના જઝ્‌બે લાગ્યા હતા આ ચોરો દ્વારા અમદાવાદ ગાંધીનગરના વિવિધ મોબાઈલ ટાવરમાંથી ૪ જી નેટવર્ક માટે સપોર્ટેડ કાર્ડ જે એલ્યુમિનિયમ પ્લેટો હોય છે તેની ચોરી કરી હતી અને ચોરી કરતા અનેક મોબાઈલ ટાવરોની ફિકવન્સી બંધ થઈ ગઈ હતી જેના કારણે પ્રજાજનો પણ પરેશાન થયા હતા. આવી ગેંગના બે ઈસમોને પકડી તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યરત મોબાઇલ ટાવરોમાંથી ૪ય્ નેટવર્ક માટે સપોર્ટેડ કાર્ડ (એલ્યુમિનિયમ પ્લેટો)ની ચોરી કરી મોબાઇલ નેટવર્ક ખોરવી દેનાર બે ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ ૩ લાખની કિંમતનાં ૪ય્ ્‌ડ્ઢડ્ઢ ટેક્નોલોજી માટેના ૨૦ નંગ કાર્ડ મળી રૂ. ૫.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧૨ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જીલ્લાના તમામ સબંધીત અધિકારીઓને જરૂરી સૂચના અપાઈ છે. જે અન્વયે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલા ના સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હે.કો. મુકેશસિંહ દલપતસિંહ તથા અ.હે.કો. જયપાલસિંહ પ્રતાપસિંહને બાતમી મળેલી કે, નરોડા ખાતે રહેતો કિશન શ્રીમોહન ચૌહાણ તથા ગોતા ખાતે રહેતો રાજેશ સેનમા બંન્ને મોબાઇલના ટાવરોમાંથી એલ્યુમીનીયમની પ્લેટોની ચોરીઓ કરે છે. અને આજે ચોરી કરેલ પ્લેટો વેચવા સેલેરીયો ગાડી( નં. ય્ત્ન-૦૧-ત્ન્‌-૩૨૦૪)માં ભરી ગોતાથી નીકળ્યો છે અને છત્રાલ થઇ કડી તરફ જનાર છે.

આ માહીતી આધારે એલ.સી.બી ટીમના માણસોએ વોચમાં રહી ઉપરોકત ઇસમોને એક ઉપરોકત સેલેરીયો ગાડી સાથે પકડી પાડી હતી અને તેઓની ગાડીમાં જાેતા પાછળના ભાગે એલ્યુમીનીયમ જેવી પ્લેટો મળી આવી હતી. જેમની પૂછતાંછમાં રાજેશ દલપતભાઈ સેનમા તથા કીશન શ્રીમોહન ચૌહાણનાં હોવાની કબૂલાત કરી હતી. ઉપરોકત બંને ઇસમો પાસે ગાડીમાં ભરેલ એલ્યુમીનીયમની પ્લેટો બાબતે પુછતા આ પ્?લેટો મોબાઇલ ટાવરોમાં ફીકવન્સી માટે સેટ કરવા માટે લગાવવામાં આવતી હોવાની હકીકત બહાર આવી હતી. આ તમામ પ્લેટો જાેતા સીસ્ટમ મોડયુઅલ-૨, આર.એફ મોડયુઅલ-૧ તથા ટી.આર.એકસ. (એલ્યુમીનીયમની પ્લેટો) કુલ.૨૦ નંગ મળી કુલ કિ.રૂ. ૩ લાખની તેમજ કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૫.૧૫ લાખની મત્તા જપ્ત કરી લેવાઈ હતી.મોબાઇલ ટાવરના કોલ સેન્ટરના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે ૨ય્/૪ય્ નેટવર્ક માટે ૪ય્ ્‌ડ્ઢડ્ઢ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

જેનાં માટે એલ્યુમિનિયમ પ્લેટ વાળા હ્લમ્મ્ઝ્ર કાર્ડ મોબાઇલ ટાવરમાં ફીટ કરવામાં આવે છે. જેનાં થકી મોબાઇલ યુઝરને ૪ય્ નેટવર્ક મળી રહેતું હોય છે. આ કાર્ડની ચોરીનો સિલસિલો માર્ચ મહિનાથી શરૂ થયો હતો. જેનાં કારણે વોડાફોન અને એરટેલ નું નેટવર્ક ખોરવાઈ જતું હતું. અને મોબાઈલ ઠપ્પ થઈ જતાં હતાં. જે અંગે મોબાઇલ ટાવરના સર્વેલન્સનું કામ સંભાળતિ આર. એસ. સિક્યુરિટી દ્વારા અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર રાજેશ સેનમાંની વધુ પુછપરછ કરતા તેણે તેના સાગરીત સાથે મળી છેલ્લા દોઢેક માસ દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્?ય તથા ગાંધીનગર જીલ્?લાના જુદા જુદા વિસ્તારો જેવા કે અમદાવાદ હંસપુરા, ચાંગોદર, બોપલ આંબલી, સાંતેજ, વેજલપુર, કુહા, રામોલ, છત્રાલ તેમજ ધોળકા વિસ્તારના મોબાઇલ ટાવર માંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે.

Related Posts