fbpx
અમરેલી

મોબાઈલ ટુ સ્પોર્ટસ અંતર્ગત જિલ્લાકક્ષાની વાદન સ્પર્ધાનું આયોજન, ઇચ્છુક કલાકારોએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પોતાની કૃતિઓની વિડિઓ કલીપ મોકલવાની રહેશે

ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીનાં વપરાશ સાથેનાં અભિગમથી મોબાઈલ ટુ સ્પોર્ટ્સનાં અભિયાનની નવતર પહેલ કરી છે. હાલ કોરોનાની મહામારીનાં વિષમ સંજોગોમાં મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ, ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવીઝન તેમજ સોશીયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત વિભાગ દ્વારા વાદન વાંસળી, તબલા, હાર્મોનિયમ(હળવું) સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે, જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધાનાં કલાકારોએ પોતાનું નામ, સરનામું મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈડી, સ્કૂલનું નામ અને સરનામું વગેરે બાબતનો વિડીઓ કલીપમાં ઉલ્લેખ કરવાનો રહેશે. વિડીઓ કલીપ તૈયાર કરી તા.૧૫-૦૯-૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમનં.૧૧૦/૧૧૧,અમરેલી ખાતે મોકલવાની રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ|.૧૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૭૫૦/- તેમજ તૃતીય ઇનામ વિજેતાને રૂ|. ૫૦૦/- ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની વાદન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ|.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ|.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ|.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ|.૫૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગેની માહિતી ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર અથવા ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports  તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUaz-g પરથી મળી શકશે.

Follow Me:

Related Posts