“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” અભિયાન અંતર્ગત વાદન સ્પર્ધાનુ આયોજન વાંસળી, તબલા તથા હાર્મોનિયમની સ્પર્ધામાં ભાગ લઈ શકાશે
મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને શારીરિક સશક્ત
બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”નાઅભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતેક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનોશારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઈલ ટુસ્પોર્ટ્સ”ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” ફેસબૂક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયોક્વિઝ, ચિત્ર સ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોસિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ સ્પર્ધકોની વિગતો,ઓડિયો/વિડીયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લાયુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંયુક્ત રીતે “વાદન (વાંસળી, તબલા અને હાર્મોનિયમ)” સ્પર્ધાનું આયોજનકરેલ છે. જેમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપરના (ઓપન વયજુથ) સ્પર્ધકો ભાગ લઈ શકશે. આસ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર તૈયાર કરી. તા.૧૫/૦૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતીકરવાની રહેશે.જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ.૫૦૦/-ઈનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાનેરૂ.૨૫,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્યસાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અનેકચેરીપરથીમેળવીશકાશેઅનેઆઅંગેનીવધુમાહિતીhttp://www.facebook.com/mobile2sports ફેસબૂકપેજતેમજયુટ્યુબચેનલનીલિન્કhttp://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g પરથી પણમેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયુ છે.
Recent Comments