fbpx
અમરેલી

મોબાઈલ વાન દ્વારા…આરોગ્ય મંદિર દર્દી નારાયણની સેવા માટે તમારા ગામને પાદર ઘરને આંગણે.

સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સારાએ સૌરાષ્ટ્રમાં પોતાની નિ:શુલ્ક આદર સહિત આરોગ્યની સેવાઓ માટે સુવિખ્યાત છે. હજી ઘણા લોકોને આ આરોગ્ય મંદિરના બીજા એક સોપાનની ઓછી ખબર છે. આ આરોગ્ય મંદિર દ્વારા દૂર દૂરના ગામડાઓના વૃદ્ધ દર્દીઓ કે નાના બાળકો અને મહિલાઓ માટે તેમના ગામડે જ ઘર આંગણે મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા દર અઠવાડિયે અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર ની ટીમ દ્વારા નિશુલ્ક સારવાર આપવામાં આવે છે.
જેમાં દર સોમવારે… ખારી, ખેરાળી,ડોળીયા,રીંગણીયાળી,બાબરીયાધાર,
દર મંગળવારે…. મેરીયાણા, ભમ્મર,વણોટ,નવા મેરીયાણા,દાધીયા
દર બુધવારે…ચીખલી, દીપડીયા,ચારોડીયા,ઝાઝડા,કુંડલીયા, ગીરધરઘર
દર શુક્રવારે… જાંબુડા,મઢડા,ડેડકડી,ખડસલી,નવાગોરડકા,
દર રવિવારે… ખોડીયાણા,આદસંગ, પાટી,નેસડી,વાવડી.

આ પ્રમાણે દરેક ગામમાં આ ડિસ્પેન્સરી એક કલાક જેવો સમય રોકાણ કરીને નિદાન સારવાર અને દવા તદ્દન ફ્રી આપવામાં આવે છે. તો આ ગામડાના દર્દીઓ તથા આ ગામની આસપાસના નજીકના ગામડાઓના દર્દીઓ આ સુવિધાનો લાભ લે તેમ આરોગ્ય મંદિર ના એડમીન ડોક્ટર પ્રકાશ કટારીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts