અમરેલી

મોરક્કો ખાતે ભૂકંપગ્રસ્તો માટે પાંચ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

ગઈકાલે ઉત્તર આફ્રિકાના મોરક્કો ખાતે એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મધ્ય મોરક્કો ના મારકાશ વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ૩૦૦ લોકોનાં દુઃખદ અવસાન થયાં છે અને ૨૯૬ થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. પૂજ્ય મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમ જ મોરક્કોની સ્થાનિક સેવાભાવી સંસ્થાને પુનઃવસનના કાર્ય માટે ભારતીય ચલણના રૂપિયા પાંચ લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. આ સહાયતા રાશિ દ્વારા સ્થાનિક જરુરીયાત મુજબ રેશન તેમજ  પ્રાથમિક જરુરીયાતોની કીટનું વિતરણ કરવામાં આવશે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોચતી કરવામાં આવી છે. તેમ તલગાજરડા થી જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.

Related Posts