સૌરાષ્ટ - કચ્છ

મોરબીઃ કોરોના ટેસ્ટ કેમ્પમાં ૩૧૯ લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જાેકે સરકારી ચોપડે કેસો બહુ ઓછા નોંધાતા હોય તેવું લાગી રહ્યું છે. મોરબી સિરામિક એસોસિએશને ૨ સ્થળે કોરોના ટેસ્ટ કેમ્પ યોજ્યો હતો, જેમાં ૧,૯૦૦ લોકોના ટેસ્ટ કરતા ૩૧૯ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મોરબીમાં ભાજપ આયોજિત ટેસ્ટ કેમ્પમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધુ સામે આવતી હતી, જેની સામે સરકારી આંકડા બહુ ઓછા હોય અને ભાજપ દ્વારા પોઝિટિવ દર્દીના આંક આપવાનું બંધ કર્યું છે. જાેકે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ અને રવાપર ચોકડીએ કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયા હતા
, જેમાં ૧,૯૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી ૩૧૯ લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તો કેમ્પ અલગ અલગ સ્થળે યોજવામાં આવશે તેમ સિરામિક ઉધોગપતિઓ દ્વારા જણાવવામાં અવાયું હતું.

Related Posts