મોરબીથી યુવતી રાજકોટ આવી, કોઈ લેવા ન આવતા રિક્ષાચાલક ઘરે લઈ ગયોને આચર્યું દુષ્કર્મ
મહિસાગર પંથકની અને હાલ મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્તા્રમાં રહી મજૂરી કરતી ૧૯ વર્ષની યુવતી સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેાશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ યુવતીને ‘બહેન’કહી રાતે પોતાના ઘરે આશરો આપવાનું કહ્યું હતું. પરંતુ ઘરના બહાને તે યુવતીને જંગલેશ્વરમાં લઈ ગયો હતો અને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જાે કે યુવતીએ હિમ્મઘતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી ભક્તિ નગર પોલીસ સ્ટેશન પહોંચી ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી હવસખોર ફિરોઝને રાતોરાત સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments