મોરબીના બેલા ગામની સીમમાં મહિલા એક્ટીવા લઈને જતા હતાં. ત્યારે ટ્રક ટ્રેલરનો ખાલી સાઈડનો પાછળનો ટાયરનો જાેટો મહિલા પર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ફરિયાદન નોંધી વધુ તપાસ ચલાવી છે. બહાદુરગઢ ગામ નજીક આળેલ કારખાનામાં માટી ભરવાનું લોડરથી કામ ચાલતું હોય અને લોડર રીવર્સ લેતી વેળાએ મહિલા પર લોડરનું વ્હીલર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
મોરબીના દરબારગઢ પાસે દેસસર શેરીમાં રહેતા મીનાબેન કેતનગીરી ગોસાઈ બેલા ગામની સીમમાં એડમીન સિરામિકમાં એક્ટીવા લઈ રસોઈ બનાવવા જતા હતાત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે ખાલી સાઈડે એક્ટીવા સહીત હડફેટે લઈને રોડ પર પાડી દેતા ટ્રક ટ્રેલરનો ખાલી સાઇડના પાછળના ટાયરના જાેટો માથે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત થયું હતુ.
મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ બહાદુરગઢ ગામની સીમમાં સ્વરાં માઈક્રોન કારખાનામાં રહીને મજુરી કરતા લક્ષ્મણભાઈ લાલાભાઈ ગોદા એ આરોપી લોડર ના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે ફરિયાદી અને તેના પત્ની મંજુલાબેન બંને કારખાનામાં મજુરી કામે ગયા હતાં અને ફરિયાદી લક્ષ્મણભાઈને તાવ આવ્યો હોવાથી રૂમે આવ્યા હતાં. પત્ની કારખાનામાં મજુરી કરતા હતા ત્યારે બપોરના સાડા ચારેક વાગ્યે પત્ની મંજુલાબેન કારખાનામાં સેડમાં લોડર ટ્રેકટર નીચે આવી ગયા તેવી માહિતી મળી હતી. કારખાનામાં બનાવ બાદ ચાલક લોડર મુકીને નાસી ગયો હતો. મોરબી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments