મોરબીના પીપળી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર યુવાનને રીક્ષાએ ઠોકર માર્યા બાદ ટ્રકનું વ્હીલ ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. અકસ્માતના લાઇવ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં મોતના વિચલિત કરતા દૃશ્યો સામે આવ્યા છે. ટ્રકના કાળમુખા પૈડા નીચેથી જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે એક યુવકનું કરૂણ મોત થયું છે. જિંદગી અને મોતનો આ લાઇવ વીડિયો વિચલિત કરી શકે છે.
બનાવની વિગતો એવી છે કે મોરબીના પીપળી રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે સવારે પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈકસવારને રીક્ષા સાથે ટક્કર થવા પામી હતી અને અકસ્માતને પગલે બાઈકસવાર પડી ગયો હતો.
ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રકનું વ્હીલ બાઈકસવાર માથે ફરી વળતા કરુણ મોત થયું હતું મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી બાઈકમાં બે વ્યક્તિ સવાર હતા જેમાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો તો બાઈકમાં પાછળ બેસેલ વ્યક્તિનું મોત થયું હતું
મૃતકની ઓળખ મેળવવા તેમજ ફરિયાદ નોંધવા મોરબી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો તો અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જાેકે, આ વીડિયોમાં જિંદગી અને મોતના દૃશ્યો એક સાથે જાેવા મળ્યા હતા. જ્યાં એક યુવકનો આબાદ બચાવ તો એકનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
Recent Comments