મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું. જેને હટાવવા માટે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને અંતે મણી મંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારની સામે મોરબી માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે આરોપીની અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હોવાની માહિતી મળી હતી. ૨૬/૯ના રોજ મોરબી સિટી એ-ડિવિઝન ખાતે મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા હેરીટેઝ સ્મારક મણીમંદિરની બાજુમાં દરગાહનું ધાર્મિક દબાણ કરનારા દરગાહના મુંજાવરની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. આ ગુનામાં પોલીસે હાલમાં મુંજાવર હાશમશા જાફરશા ફકીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.
મોરબીના મણીમંદિર પાસે દરગાહનું દબાણ કરનાર મુંજાવરને પોલીસે ઝડપી પાડ્યો


















Recent Comments