સૌરાષ્ટ - કચ્છ

મોરબીના રવાપર ગામે પોલીસે જુગાર રમતા ૮ શખ્શોને ઝડપ્યા, ૮૩,૨૦૦નો મુદામાલ કબજે કર્યો

મોરબી શહેરમાં રવાપર ગામે જાહેરમાં પત્તા ટીચતાં ૮ જુગારીઓની મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા ૮૩,૨૦૦ નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ સીટી એ-ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન રવાપર ગામ તળાવ સામેની શેરીમાં જાહેરમાં આરોપી લખમણ વાઘજી માકાસણા, મગન ડાયા કાસુન્દ્રા, નરભેરામ આંબા કામરીયા, મનસુખ પ્રેમજી વિઠલાપરા, કાંતી જેરામ, નટવરલાલ દેવજી ઉનાલીયા, મનજી તેજા કામરીયા અને વિજય કાનજી ડાંગર જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે રોકડા રૂપીયા ૮૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts