મોરબીના લાયન્સનગરમાંથી ૫ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા ઇસમના ઘરમાં દરોડો કરી એસઓજી ટીમે ૫ કિલોથી વધુ ગાંજાના જથ્થા સહિતના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે અને ગાંજો સપ્લાય કરનારમાં સુરતના આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એસઓજી ટીમ નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા અને હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન બાતમી મળી હતી કે લાયન્સનગરમાં રહેતા ઇસમના ઘરમાં ગાંજાનો જથ્થો હોય જે બાતમીને પગલે ટીમે આરોપી ઇકબાલ ફતેમહમદ મોવર રહે હાલ લાયન્સનગર મોરબી ૨ મૂળ અંજીયાસર તા. માળિયા વાળાના મકાનમાં દરોડો કર્યો હતો જે રેડમાં આરોપીના મકાનમાંથી ગાંજો ૫ કિલો ૪૩૦ ગ્રામ કીમત રૂ ૫૪,૩૦૦ મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, રોકડ ૧૨,૫૦૦ અને ડીજીટલ વજન કાંટો સહીત કુલ રૂ ૭૨,૪૦૦ ની કિમતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે તો ગાંજાનો જથ્થો આરોપી ગુલાબ રહે કતારગામ સુરત વાળો સપ્લાય કરતો હોવાનું ખુલતા આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
Recent Comments