fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીના લાલપર ગામેથી ૬ કિલોથી વધુનો ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલા એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં દરોડો કરી એસઓજી ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી લઈને ૬ કિલોથી વધુનો ગાંજાે, ત્રણ મોબાઈલ સહીત કુલ રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લાલપર અજંતા એપાર્ટમેન્ટના બી-બ્લોક નં ૧૦૧ના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા એસઓજીની ટીમ ત્રાટકી હતી.

જેમાં રહેણાંક મકાનમાંથી આરોપી અમિત શ્રીશિશુ તિવારી હાલ જાંબુડિયા ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતો મૂળ બિહારનો રહેવાસી, વિનોદરાય મનોજરાય યાદવ હાલ લાલપર અજંતા એપાર્ટમેન્ટમાં રહેતો તેમજ મૂળ બિહારનો રહેવાસી અને વિવેક વશિષ્ટ નારાયણ મિશ્રા હાલ લાલપર અજંતા એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ બિહારનો રહેવાસી એમ ત્રણ આરોપીને ઝડપી લીધા હતાં.આરોપીઓ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાે ૬ કિલો ૧૨૧ ગ્રામ જેની કિંમત રૂ. ૬૧,૨૧૦ અને ૩ મોબાઈલ કિંમત રૂ. ૧૫,૫૦૦ મળીને કુલ રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts