મોરબીના વાડી વિસ્તારમાં પ્રેમિકાના ઘર પાસે આવેલ પૂર્વ પ્રેમીને ધોલારી નાખ્યો
મોરબી શહેરના વાડી વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે બંને પક્ષે સમાધાન થયા બાદ પૂર્વ પ્રેમી પ્રેમિકાના ઘર નજીક આવતા ચાર ઇસમોએ યુવાનને લમધારી નાખ્યો હતો અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી જીઆઈડીસી પાછળ બુટાની વાડીમાં રહેતા મહેશ દયારામભાઈ પરમાર (ઉ.વ.૨૧) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી સુરેશ ભાણજીભાઈ પરમારની દીકરી સાથે અગાઉ પ્રેમસંબંધ હોય જેની જાણ પરિવારને થતા પ્રેમ સંબંધ મંજુર ના હોવાથી હવે પછી સંબંધ નહિ રાખવા બંને પક્ષે સમાધાન થયું હતું અને બાદમાં તા. ૨૩ ના રાત્રીના સમયે ફરિયાદી મહેશ પરમાર કનેકડાની વાડીમાં રામામંડળ રમાતું હોય જે જોવા માટે આવ્યો હોય ત્યારે સારું નહિ લાગતા આરોપીઓ સુરેશ ભાણજીભાઈ પરમાર, જેરામ ભાણજીભાઈ પરમાર, કાંતિલાલ ભાણજીભાઈ પરમાર અને જેરામભાઈનો દીકરો રહે બધા કનેકડાની વાડી નવયુગ સ્કૂલ પાછળ મોરબી વાળાએ અમારા ઘર બાજુ કેમ આવેલ છો કહીને ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને ફરીવાર અમારા ઘર બાજુ આવીશ તો જાનથી મારી નાખીશું કહી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Recent Comments